૭ જુગારીઓ ને પોલીસે રાત્રે જ ઘરે મોકલી દીધા ????, કસ્ટડી મા રાખવાના બદલે જુગારીઓ ને છોડી મુકાયા ??
વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ પોલીસે જુગારીઓ તેમજ દારૂની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા અલગ અલગ ટીમ બનાવી બાતમી ના આધારે રેડ પાડી આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી છે ત્યારે ગત રોજ મોડી રાત્રે હળવદ તાલુકા મા ગોલાસણ ગામ ની સીમ પાસે જુગાર રમતા સાત જુગારી ને પોલીસે પકડી કાર્યવાહી હાથ ધરી હતી બનાવની જાણવા મળતી વિગત મુજબ પોલીસે પાકી બાતમીના આધારે પીઆઇ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ગુલાસણ ગામની સીમમાં સાત જુગારી અને પકડી કુલ 25200 મુદ્દામાલ કબજે કર્યો હતો
પરંતુ ૭ લોકો પાસે શું મોબાઈલ નહિ હોઈ ?? અને મોબાઈલ હશે તો ૨૫૨૦૦ નો જ મુદ્દામાલ કેવી રીતે ?? જુગારીઓ જુગાર રમવા માટે ચાલીને સીમ માં ગયા હશે કે પછી વાહન લઈને ? વાહન હોઈ તો વાહન કેમ ન મુદ્દામાલ મા બતાવવામાં આવ્યું ?? અનેક વખત પોલીસ રાત્રે જુગારીઓ ને પકડી રાત્રે જ ઘરે મોકલી આપે છે તો આવા જુગારીઓ માટે પોલીસ ની મીઠી નજર કેમ ?? અનેક સવાલો