મોરબીમાં તંત્રના પાપે વિદ્યાર્થીઓનો ભોગ લેવાશે ?

વાલીઓ બાળકોને અભ્યાસ માટે મૌતના મોંમાં મોકલી રહ્યા છે : નિંદ્રાધીન અધિકારીઓ કદાચ કોઈ અણ બનાવ પછી જાગશે ખરા ??

મોરબીમાં અનેક શાળા/કોલેજ ગેરકાયદેસર રીતે ચાલી રહી છે તેમાં અનેક મોટા રાજકીય આગેવાનો પણ ભાગીદાર છે રાજકીય વગના આધારે શાળા/કોલેજમાં અનેક પ્રકારની ગેરીરીતી ચાલી રહી છે રૂપિયાની લાલચે જે પ્રકારે શાળા/કોલેજમાં સુવિધાઓ આપવાની થતી હોય છે તે આપવામાં આવતી નથી મોટા બિલ્ડીંગમાં શાળા/કોલેજ છે પણ પાર્કિંગ કે રમતનું મેદાન નથી તો આવી શાળા/કોલેજ કેમ કોઈ ના ધ્યાનમાં આવતી નથી એક મોટો પ્રશ્ન છે

સુરતમાં કલાસીસની બનેલ ઘટના બાદ તંત્ર દ્વારા દરેક શાળા અને કોલેજ પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ફાયર સેફટી વગરની અને ગેરકાયદેસર બહુમાળી બાંધકામ વાળી ધરાવતી શાળા અને કોલેજ પર એક્શન લેવામાં આવ્યા હતા તેમજ સૌથી છેલ્લા માળ પર ડોમ જેવું ખડકનાર શાળા અને કોલેજ ને નોટિસ ફટકારવામાં આવી હતી અને સૌથી ઉપર ના માળ પર ખડકેલ ડોમ દૂર કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો આ બધી વાતો હાલ મોરબીમાં માત્ર કાગળ પર જ રહી છે તેવું સ્પષ્ટ રીતે દેખાય રહ્યું છે

મોરબીમાં અનેક શાળા/ કોલેજ મંજૂરી વગરની બહુમાળી બાંધકામ વાળી એટલે કે ગેરકાયદેસર બાંધકામ વાળી છે તેમજ ફાયર સેફટીના સાધનો પણ ધરાવતા નથી તેવી જ રીતે શાળા કે કોલેજ માં વિદ્યાર્થીઓ માટે રમત ગમત માટે મેદાન હોવું જરૂરી હોય છે પણ અનેક શાળા/કોલેજમાં તો માત્ર અભ્યાસ માટે નું જ બિલ્ડીંગ ખડકી દેવામાં આવે છે જે ગેરકાયદેસર છે

મોરબીમાં શાળા/ કોલેજમાં સૌથી ઉપરના માળે ડોમ જેવું ખડકી દેવામાં આવ્યું છે જે ગેરકાયદેસર છે આ જ રીતે ના ડોમ ના કારણે સુરતની ઘટના વિકરાળ બની હતી એટલે આવી શાળા/કોલેજ માં અભ્યાસે જતા વિદ્યાર્થીઓ મૌત ના મો માં જઈ રહ્યા છે તંત્ર ની મહેરબાની ના કારણે શાળા/કોલેજના આવા બિલ્ડીંગો સામે આકરા પગલાં લેવામાં આવતા નથી અણબનાવ બન્યા બાદ આકરા પગલાં લેવામાં આવે તો શું કામ નું ? હાલ જેટલા પણ આવા બાંધકામો છે તે દૂર કરવામાં આવે તેમજ આ તમામ શાળા/કોલેજ સામે આકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે

મોરબીમાં જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ મોરબી જિલ્લા કલેકટર આ બાબતે ગંભીર નૌધ લઈને વહેતાં પહેલા ધોરણે ફાયર સેફટી વગરની અને બહુમાળી ગેરકાયદેસર બાંધકામ વાળી શાળા/કોલેજ સામે પગલાં ભરે તો જ આવનાર દિવસો કોઈ જાનહાની સામનો કરવાનો નહીં થાય અને જો આવનાર દિવસોમાં આવો કોઈ જાનહાનિનો બનાવ બંને છે તો તેનું જવાબદાર માત્ર ને માત્ર તંત્ર હશે તેમજ વાલીઓએ પણ પોતાના બાળકોને અભ્યાસ માટે મોકલતાં પહેલા તેમની સલામતી માટે વિચારવું જરૂરી છે અભ્યાસ જરૂરી છે પણ જીવના જોખમે અભ્યાસ કરવો એ જરૂરી નથી એટલે આવી શાળા કોલેજમાં અભ્યાસે મોકલતાં પહેલા આપના બાળકોના જીવ નું વિચારવું જરૂરી છે