મોરબી : રામાનંદી સાધુ સમાજ દ્વારા “વડીલ વંદના” અને તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મહેનત અને ખંતથી ઉજ્જવળ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન આગામી તા.31/07/2022ના રોજ કરવામાં આવ્યું છે. જ્યાં ‘સરસ્વતી સન્માન’ કાર્યક્રમના નેજાહેઠળ ધો.1 થી 12ના છાત્રોને સન્માનિત કરવામાં આવશે.

આ અંગે રામાનંદી સાધુ સમાજના પ્રમુખની યાદીમાં જણાવ્યા અનુસાર ધો.1થી 9ના જે વિદ્યાર્થીઓએ 80% અને ધો. 10થી 12માં 70 ટકાથી વધુ પરિણામ મેળવ્યું હોય તેઓએ માર્કશીટની પ્રમાણિત નકલ રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે સવારે 10થી 12 સુધીમાં તા.10/07/2022થી 23/07/2022 સુધીમાં જમા કરાવવાની રહેશે. આ મુદ્દે વધુ માહીતી માટે મોબાઈલ નં. 98799 93705 અને 70590 97002 સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રામાનંદી સાધુ સમાજ દ્વારા ‘વડીલ વંદના’ કાર્યક્રમ યોજાશે : તે ઉપરાંત રામાનંદી સાધુ સમાજ દ્વારા ભારે પરિશ્રમથી ભણાવીને જીવનનો નવો રાહ ચિંધનારા વડીલોનું ઋણ અદા કરવાના ભાગરુપે તા.17/07/2022ના રોજ વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીવનનો સાચો માર્ગ બતાવનારા સમાજના આ વડીલોનું સન્માન કરાશે.

આ અંગે રામાનંદી સાધુ સમાજના પ્રમુખની યાદીમાં જણાવ્યા અનુસાર, સમાજના 75 વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સીટીઝનોઓ પોતના ઉંમરના પુરાવા સ્વરૂપે આધારકાર્ડ કે જન્મનો દાખલો તેમની અરજી સાથે રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે સવારે 10થી 12 સુધીમાં તા.15/07/2022 સુધીમાં જમા કરાવવાની રહેશે. આ મુદ્દે વધુ માહીતી માટે મોબાઈલ નં. 98799 93705 અને 70590 97002 સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.