ગેરકાયદેસર શાળા/કોલેજ સામે નવા શિક્ષણ અધિકારી કેવા આકરા પગલાં ભરશે તે આવનાર દિવસોમાં લોક સમક્ષ આવી જશે.
સુરત જેવી ઘટના મોરબીમાં બને તે પહેલાં પગલાં લેવાઈ તો સારું નહીંતર એ દિવસ દૂર નથી કે વ્હાલસોયા બાળકોને અભ્યાસનાં બહાને મૌતની ભેટ આપી દેવામાં આવે




મોરબીમાં અનેક શાળા/કોલેજ ગેરકાયદેસર છે જેમાં બાંધકામો થી લઈને શિક્ષણનીતિના નિયમ મુજબ પણ ગેરકાયદેસર છે મોરબીમાં આવી શાળા/કોલેજ અનેક છે જેમાં શાળા/કોલેજની પરવાનગી મુજબ બાંધકામ નથી એટલે કે રમત ગમત નું મેદાન નથી તેમજ બિલ્ડીંગ હવા ઉજાશ વગરનું ફાયર સેફટીના અપૂરતી સુવિધાઓ છે બીજી બાજુ બહુમાળી બિલ્ડીંગ હોવા છતાં સૌથી ઉપરના માળે ડોમ બનાવીને દેવામાં આવે છે જે સંપૂર્ણ પણે સરકારના નીતિ નિયમના વિરુદ્ધ છે તેમ છતાં આવી શાળા/કોલેજ સામે પગલાં ભરવામાં આવતા નથી
મોરબીમાં આવી શાળા/કોલેજ વધુ રૂપિયા કમાવા માટે આવા ખોટા તાયફ કરીને વિદ્યાર્થીઓને મૌતન મોમાં ધકેલી રહ્યા છે જ્યારે અધિકારીઓ અને નેતાઓ મુખ પ્રેક્ષક બની રહ્યા છે આવા શાળા/કોલેજ સામે આકરા પગલાં ભરવા જરૂરી છે આવી શાળા/કોલેજ શિક્ષણક્ષેત્રે કાળો ધબો છે આવી શાળા/કોલેજ સામે આંખ આડા કરનાર તમામ અધિકારીઓ અને નેતાઓ પણ સમાજ માટે કાળો કલંક છે આવી ગેરરીતે ચાલતી શાળા/કોલેજ સામે અતિ આકરા પગલાં ભરવામાં આવે એ ખુબજ જરૂરી છે
હાલ નવા શિક્ષણ અધિકારીની નિમણુંક થઈ છે ત્યારે એક આશાની કિરણ જાગ્યું છે કે આવી શાળા/કોલેજ સામે આકરા પગલાં ભરવામાં આવશે અગાવના શિક્ષણ અધિકારીને કદાચ કાળા ચશ્માં પહેરતા હશે જેથી તેમને આવી શાળા/કોલેજ ધ્યાનમાં નથી આવી હવે એ જોવાનું રહ્યું કે નવા શિક્ષણ અધિકારીને આવી શાળા/કોલેજ ધ્યાનમાં આવે છે નહિ અને આ શાળા/કોલેજ સામે કેવા પગલાં ભરવામાં આવશે તે આવનાર દિવસોમાં લોક સમક્ષ આવી જશે.
મોરબીમાં તંત્રના પાપે વિદ્યાર્થીઓનો ભોગ લેવાશે ?
https://sakshamsamachar.com/2022/07/02/students-will-be-victimized-by-the-sins-of-the-system-in-morbi/
