વંદે ગુજરાત પ્રદર્શન – મોરબી ખાતે ગરવી ગુજરાતની ગરિમામય વિકાસયાત્રાનું વિહંગાવલોકન કરી રહ્યા છે ભારતના ભાવિ કોલેજના યુવા વિદ્યાર્થીઓ. યુવાધન ગુજરાતની આ અભૂતપૂર્વ વિકાસા યાત્રાના સહભાગી થઈ રહ્યા છે. વિકાસ યાત્રાને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નિહાળતા અને અનુભૂતિ કરતા યુવાધનના ચહેરા પર ગર્વની લાગણી ઉભરી રહી છે, જાણે કહેતા હોય ધન્ય છે મારૂં ગુજરાત.
તેમના લગભગ જન્મથી આજ સુધીની વણથંભી વિકાસ ગાથામાં થયેલ જન કલ્યાણના એક એક કાર્ય અને યોજનાઓ નિહાળી ઉત્સાહિત થઈ રહ્યા છે.




બે પંક્તિ………
બે દાયકાની વિકાસ યાત્રાને હરખે નિહાળી રહ્યું છે ભાવિ ભારત,
વણથંભી આ વિકાસ ગાથાને સ્મૃતિપટ પર કંડારી રહ્યું છે ભાવિ ભારત.
સાક્ષી બન્યા છે સૌ આ હરણફાળ અને જન જન ઉત્થાન ના,
સમૃદ્ધ – સલામત ગુજરાતમાં ઊંચેરી ઉડાનના સપના સજાવી રહ્યું છે ભાવિ ભારત.
