સસ્તુ… સસ્તુ…જીવન જોખમમાં મુકાય તેટલું સસ્તુ ફેકટરીમાં બ્લાસ્ટ થતાં ૮ લોકો દાઝ્યા

કંપની દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી કે કેમ?

મોરબીમા સિરામીક ઉદ્યોગ મોટા પાયે સ્થપાયેલો છે જેથી કરીને કંપની ચલાવવામાં માટે ગેસ ની જરૂર પડતી હોય છે ત્યારે મોરબી માં ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસ પૂરો પાડવામાં છે પણ કારખાના માલિકોને ગુજરાત ગેસ નો ભાવ ઉંચો પડતો હોવાથી અનેક કારખાનેદાર પ્રોપેન ગેસ તરફ વળ્યા છે કારણ કે ગુજરાત ગેસ કરતા તે સસ્તો પડી રહ્યો છે

જેમાં મોરબી પીપળી રોડ ઉપર આવેલી ઇટાકોન સિરામીક માં ગઈ કાલે સાંજે એક ભયંકર ઘટના ઘટી હોવા ના અહેવાલ મળી રહ્યા છે જેમાં કંપની દ્વારા પ્રોપેન ગેસનું ભઠ્ઠી સુધી પોહચતો કરવામાં આવી રહ્યો હતો ત્યારે બર્નલ બદલાવતી સમયે ભઠ્ઠીમાં અચાનક જ આગ લાગતા હતી જેમાં ૭ થી ૮ લોકો દાઝ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે જેમાં ૩ લોકો ગંભીર રીતે દાજી ગયેલ હોવાથી તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવા ની નોબત આવી છે

સૌથી મોટો સવાલ (૧) શું કંપની દ્વારા પોપેન્ન ગેસ માટે ની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી કે કેમ? (૨) શું કંપની દ્વારા ગેસ લાઈન ચેન્જ કે રિપેર કરતી વેળાએ મજૂરો ની સેફ્ટી(સેફ્ટી બુટ,હેલ્મેટ વગેરે) નું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે કેમ? (૩)જો ગેસ ની આગ પોપેન ગેસ ના ટેન્કર સુધી પોહચી હોત તો ? જો તપાસનીસ અધિકારીઓ દ્વારા સીસીટીવી કેમેરા સહિત અનેક જીણવટ ભરી તપાસ કરવામાં આવે તો કંપની દ્વારા બેદરકારી રાખવામાં આવી છે કે કેમ? આવા અનેક સવાલો ના જવાબો ની રાહ જોવાઇ રહી છે