હળવદના વિકાસની બોલતી તસવીર – એક તસવીરમાં વંદે ગુજરાત યાત્રા બીજી તસવીર મા બિસ્માર હાલતમાં રોડ

સરા રોડ પર મસ મોટા ખાડાઓ શું આ વિકાસયાત્રાના રથને ખાડાઓ નહીં નડ્યા હોય ??

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ શહેર ના હૃદય સમાન ગણાતા સરારોડ પર છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે તેમજ 100 મીટર ની અંદર ૨ થી ૫ ખાડાઓ હશે પરંતુ આ નીભર તંત્રના અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓને આ ખાડાઓ દેખાતા જ નહિ હોય ગયા વર્ષથી અત્યાર સુધીમાં એક પણ વખત વર્ષ દરમિયાન રોડ પર ખાડા પૂરવા માટેની કોઈપણ જાતની તંત્ર એ કાર્યવાહી કરી નથી

નવું ચોમાસું આવ્યું પરંતુ ખાડાઓની પરિસ્થિતિ એની એ જ હા વિકાસ થયો પરંતુ માત્ર ખાડાઓનો ગત વર્ષે હતા તેના કરતાં પણ આ વર્ષે વધુ ખાડાઓ તો શું પાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખ તેમજ ચૂંટાયેલા સભ્યો આ રસ્તા પરથી નહીં નીકળતા હોય એ પણ વિચારવા જેવું ખરું

ગતરોજ હળવદ ખાતે વંદે ગુજરાત યાત્રા આવી પહોંચી પરંતુ જે રસ્તે થી આ યાત્રા આવી તે રસ્તા પરના ખાડાઓ આ આ રથને નડ્યા નહીં હોય વિકાસ ની જ વાત ખાડો નો પણ વિકાસ જ કેવાઇ ને

લોકો જીવ ના જોખમે મુસાફરી કરવા મજબૂર ,ખાસ કરીને બાઈક ચાલકો ને પોતાના ઘરે થી જીવ જોખમ મૂકીને જ અહીંયા થી નીકળવાનું