રોટરી ક્લબ ઓફ હળવદ અને તેની ૭ કલબોનો પદગ્રહણ સમારોહ યોજાયો

HES સ્કૂલ ખાતે રોટરી સાથે સંકલિત વિવિધ કલબોના પ્રેસિડેન્ટ, સેક્રેટરી, અને બોર્ડ મેમ્બરોએ વર્ષ ૨૦૨૨/૨૩ માટે શપથ લીધા હતા અને પદગ્રહણ કર્યું હતું.

વિશાલ જયસ્વાલ હળવદ : રોટરી ક્લબ ઓફ હળવદના પ્રેસિડેન્ટ તરીકે સુરેશભાઈ પટેલ, સેક્રેટરી ચેતનભાઈ પટેલ, રોટરેક્ટ ક્લબમાં પ્રેસિડેન્ટ યશરાજસિંહ રાણા, સેક્રેટરી કિશન પીઠવા, ઇનર વિલ કલબમાં રીટાબેન એરવાડિયા, સેક્રેટરી રીટાબેન ઝાલા, આર.સી.સી. હળવદ કલબમાં નાનજીભાઈ સંતોકી, સેક્રેટરી રામજીભાઈ જાકાસણીયા. આર.સી.સી ટિકરમાં પ્રેસિડેન્ટ દલસુખભાઈ પટેલ ,સેક્રેટરી આનંદભાઈ પટેલ, ઇન્ટરેક્ટ કલબમાં પ્રેસિડેન્ટ ઓમ રાવલ, સેક્રેટરી હર્ષદીપ ઝાલા, અરલીએક્ટ ક્લબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલમાં વિદ્યા ખરાડી, સેક્રેટરી માનસી ધારીયા પરમારની વરણી કરવામાં આવી હતી.

આ સમારોહમાં ભુજથી ખાસ ઉપસ્થિત પાસ્ટ આસિસ્ટન્ટ ગવર્નર ડિસ્ટ્રીક્ટ 3054 ના જયેશભાઇ શેઠ દ્વારા દરેક કલબના હોદ્દેદારોને શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આસિસ્ટન્ટ ગવર્નર રાજેન્દ્રસિંહ રાણા તેમજ વઢવાણ, વઢવાણ મેટ્રો, સુરેન્દ્રનગર, ધાગધ્રા, થાનગઢ, મોરબી, ભુજ વોલસીટી કલબના હોદેદારો અને રોટરીયનો તેમજ આમંત્રિત મહેમાનો,હળવદની વિવિધ ધાર્મિક અને સામાજિક સેવાભાવિ સંસ્થાના હોદેદારો અને સ્કૂલના સંચાલકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ગજેન્દ્રભાઈ મોરડીયાએ કર્યું હતું.