મોરબી તાલુકાના ત્રાજપર, લાલપર, જાંબુડીયા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર આઝાદી ના 75 વર્ષ પુર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકાર વંદે ગુજરાત વિકાસ યાત્રા થકી 20 વર્ષ નો વિશ્વાસ 20 વર્ષ નો વિકાસ ની ઝાંખી ગુજરાત મા 2500 જગ્યા એ વિડીયો ફિલ્મ ના માધ્યમ થી બતાવવા મા આવી રહી છે મોરબી તાલુકા મા વંદે ગુજરાત વિકાસ યાત્રા ત્રાજપર, લાલપર, જાંબુડીયા ગામે પહોંચી છે ત્રણેય ગામો ના સરપંચ દ્વારા યાત્રા રથ નુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ

આ વંદે ગુજરાત કાર્યક્રમ મા તાલુકા પંચાયત- મામલતદાર કચેરી મોરબી દવારા મંજુર થયેલ વિકાસ ના કામો મા ત્રાજપર ગામે 12.27 લાખ ના કામો,લાલપર ગામે 9.00 લાખ ના કામો,જાંબુડીયા ગામે 8.00 લાખ ના કામો નુ મહાનુભાવો ના હસ્તે ખાત મુહુત- લોકાર્પણ કર્યુ તેમજ 100 ટકા વેકિસનેશન બદલ સરપંચશ્રી નુ પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ સરકાર ની વિવિધ યોજના જેવી કે મુખ્યમંત્રી માતૃશકિત યોજના, PGVCL દ્વારા ગરીબ લાભાર્થી ઓને મફત વિજ જોડાણ, પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અન્વયે આયુષ્માન કાર્ડ લાભાર્થી ઓને રુબરુ આપવામા આવ્યા તેમજ નિરામય યોજના મા હેલ્થ ચેકઅપ, ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષારોપણ માટે રોપા વિતરણ, આવાસ યોજના ના ચેક અર્પણ કાર્યક્રમ યોજાયો

વંદે ગુજરાત કાર્યક્રમ મા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, મોરબી જીલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન જયંતિભાઇ પડશુંબીયા, આરોગ્ય સમિતિ ચેરમેન હીરાભાઇ ટમારીયા, સામાજીક ન્યાય સમિતિ ચેરમેન હંસાબેન પારેધી, મહામંત્રી બચુભા રાણા,મામલતદાર નિખિલ મહેતા , તાલુકા પંચાપત વિ.અ ચાવડા ભાઇ, રાજુભાઇ, જીવાણી ભાઇ, ફોરેસ્ટર સોનલબેન, PGVCL નાયબ ઇજનેર કગથરા, બચુભાઇ અમૃતિયા, તુલશીભાઇ પાટડીયા, કાનજીભાઇ ચાવડા, ગોરધનભાઇ સોલંકી, રાજુભાઇ પરમાર, ગોપાલભાઇ, લાલજીભાઇ સોલંકી, હસુભાઇ ખરા, અશોક વરાણીયા , સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાપત સભ્ય, તલાટી મંત્રી, શિક્ષક ભાઇઓ , આરોગ્ય કર્મીઓ, ઉપસ્થિત રહ્યા હતા