મોરબી : ઇસ્કોન કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથ રથયાત્રાનુ વિશાળ આયોજન

આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન ના મોરબી કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથ રથયાત્રા નુ વિશાળ આયોજન

મોરબી : આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન ના મોરબી કેન્દ્ર દ્વારા 09 જુલાઈ ના રોજ વિશ્વ પ્રસિધ્ધ શ્રી જગન્નાથ રથયાત્રા નુ આયોજન કરવામાં આવી રહ્યું છે. જે રથયાત્રા બપોરે 3 વાગ્યા થી રવાપર ચોકડી વિસ્તારથી શરુ થયને ગાંધીચોક થી ઉમીયા સર્કલ થયને રવાપર ચોકડી પહોંચશે. રથયાત્રા મા ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલદેવ અને બહેન સુભદ્રા ની સાથે વિશાળ રથ ઉપર બિરાજમાન થયને નગર ભ્રમણ પર નિકળશે જ્યાં ભક્તજનો દ્વારા ભગવાનજી નુ રથ ખેંચવામાં આવશે.રથ દોરવાની મોટી મહિમા શાસ્ત્રો મા ઉલ્લેખીત છે.

આ અનેરા અવસર પર વડોદરા, જામનગર, રાજકોટ ના સાથે રશિયા, કઝાકિસ્તાન તથા યુક્રેન થી ભક્ત વિશેષ ઉપસ્થિત રહેશે. રથયાત્રા સમાપન પછી દરેક ભક્તજનો માટે ભોજન મહાપ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવી છે.

જગન્નાથ રથયાત્રા દર્શન તથા મહાપ્રસાદ નુ લાભલેવા મોરબી ના સમગ્ર ભક્તજનો ને આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન ના મોરબી કેન્દ્ર દ્વારા આમંત્રણ આપવામા આવે છે.