માળીયા મિયાણાના માણાબા ગામે ડીઝલ એન્જિન અને પંખાની ચોરી

રિપોર્ટ ઇશાક પલેજા : મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના માણાબા ગામે આવેલ ઘોડા ધોઈ નદીના કાંઠે પિયત માટે રાખવામાં આવેલ ઓઇલ એન્જિન અને ઓઇલ એન્જિનના પંખા ની ચોરી કરી અજાણ્યા શખ્સો એ અંજામ આપ્યો થોડા સમય પહેલા માળિયા તાલુકાના જૂના ઘાટીલા ગામે પણ માળીયા નર્મદા બ્રાન્ચ કેનાલ કાંઠે ઓઇલ એન્જિનની ચોરી થઈ હતી ત્યારબાદ ફરી એકવાર માળીયા મીયાણા તાલુકાના માણાબા ગામની સીમમાં તસ્કરોએ રાત્રિના અંધારામાં ઓઇલ એન્જિન અને પંખા ને ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા ત્યારે ખેડૂતોમાં ફફડાટ જોવા મળ્યો હતો

મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના નદીના કાંઠે ખેડૂતોએ ઓઇલ એન્જિન રાખવામાં આવ્યા હતા ત્યારે રાત્રે દરમિયાન કોઈ અજાણ્ય શખ્સો દ્વારા ઓઇલ એન્જિન એક અને ઓઇલ એન્જિનના પંખા નંગ બે કોઈ અજાણ્યા શકશો ચોરી કરી લઈ ગયા ની જાણ ખેડૂતોને થતા ખેડૂતો નદીના કાંઠે દોડી ગયા હતા અને તપાસ કરતા નિલેશભાઈ લખમણભાઇ જેતપરિયા નું એક ઓઇલ એન્જિન તથા મીનાજ અબ્દુલભાઈ પલેજા નું ઓઇલ એન્જિનમાં પાણી ખેંચવાના પંખો નંગ એક અને અશોક સિંહ દિલુભા જાડેજા નું ઓયલ એન્જિનમાં પાણી ખેંચવાના પંખો નંગ એક એમ ત્રણ ખેડૂતો ને ચોરીનો અંજામ આપી તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા ત્યારે ખેડૂતોએ માળિયા પોલીસ મથકે અરજી કરી જાણ કરી હતી