સખી મંડળોએ ૬૦ જેટલા સ્ટોલ રાખી વિવિધ વસ્તુઓ સાથે ૧૮ લાખથી વધુનું વેચાણ કર્યું

મોરબીના સખી મેળાની સપ્તાહમાં ૪૭ હજાર લોકોએ મુલાકાત લીધી

વંદે ગુજરાત અન્વયે મોરબી ખાતે યોજાયંલા સખી મેળાની સપ્તાહમાં ૪૭ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી અને સખી મંડળો દ્વારા ૧૮.૮૫ લાખ જેટલુ વેચાણ થયું.

 આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત પ્રદર્શન અને સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મોરબી જિલ્લામાં ૩૦ જૂનથી ૬ જુલાઇ દરમિયાન ૭ દિવસીય સખી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ સખી મેળામાં (૫૨) બાવન વેચાણ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જ્યાં વિવિધ હેન્ડલુમ, હેન્ડીક્રાફ્ટ, ફુડ પ્રોડક્ટ, ગૃહસુશોભન, વણાટ કામની વસ્તુઓ, ઝુલા, ડ્રેસ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટ્ટા, નાઈટ લેમ્પ, દોરીવર્કની બનાવટ, સીઝનેબલ મસાલા અને અથાણા જેવી વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યુ હતું. ઉપરાંત ૮ જેટલા ફુડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સપ્તાહ દરમિયાન ૪૭,૪૩૦ લોકોએ આ સખી મેળાની મુલાકાત લીધી હતી અને સખી મંડળો દ્વારા રૂ .૧૮,૮૪,૯૯૦ નું વેચાણ કરવામાં આવ્યું હતું.