મોરબી જિલ્લામાં વરસાદી માહોલને આધીન વહેલી સવારે અન્ય શાળાઓમાં પણ આવતીકાલે રજા જાહેર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
છેલ્લા બે દિવસથી સતત ચાલુ થયેલ વરસાદને પગલે આજે ઘણી બધી ખાનગી શાળાઓમાં રજા જાહેર કરેલ હતી, જેમાં હવામાન વિભાગ દ્વારા આવતીકાલે મોરબી જિલ્લામાં વરસાદી રેડ એલર્ટને પગલે મોરબીની પાંચ ખાનગી શાળાઓ નવયુગ ગ્રુપ એજ્યુકેશન, નાલંદા વિદ્યાલય, NEST સ્કૂલ, સર્વોપરી સ્કૂલ અને વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવતીકાલે વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરેલ છે.




