વરસાદ સંબંધિત પ્રશ્નો અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે રાજયમંત્રી બેઠક યોજશે

સમગ્ર ગુજરાત સાથે મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે નગરજનોને પડતી મુશ્કેલી નિવારવા તેમજ પૂર્વતૈયારી માટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ૧૩મી જુલાઈ ના રોજ કલેકટર કચેરી મોરબી ખાતે બેઠક યોજાશે.

       વરસાદ પાણીના પગલે મોરબી નગર તેમજ ગ્રામ્ય વિસ્તાર અને ખાસ મોરબી-પીપળી-જેતપર રોડના પ્રશ્નો અંગે સમીક્ષા કરી તે અંગે તાત્કાલિક પગલા લેવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચનો કરાશે.

       આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલજિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવપોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીમોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચુંદુભાઈ શિહોરામોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાઅગ્રણી દુર્લભજીભાઈ દેથરીયા સહિત પદાધિકારી/અધિકારીઓ ઉપસ્થિત રહેશે.