સમગ્ર ગુજરાત સાથે મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે નગરજનોને પડતી મુશ્કેલી નિવારવા તેમજ પૂર્વતૈયારી માટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ૧૩મી જુલાઈ ના રોજ કલેકટર કચેરી મોરબી ખાતે બેઠક યોજાશે.
વરસાદ પાણીના પગલે મોરબી નગર તેમજ ગ્રામ્ય વિસ્તાર અને ખાસ મોરબી-પીપળી-જેતપર રોડના પ્રશ્નો અંગે સમીક્ષા કરી તે અંગે તાત્કાલિક પગલા લેવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચનો કરાશે.




આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચુંદુભાઈ શિહોરા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, અગ્રણી દુર્લભજીભાઈ દેથરીયા સહિત પદાધિકારી/અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
