અકસ્માત : લાલપર પાસે એક્ટિવા ડમ્પર સાથે અથડાતા ત્રણને ઈજા

મોરબી ખાતે ગત સોમવાર ના રોજ અંદાજિત બપોરેના 1.30 વાગ્યાના સમયે લાલપર પાવર પાસે વાંકાનેર હાઇવે ઉપર ભયંકર એકસીડન્ટ એક્ટિવા ડમ્પર સાથે અથડાતા ત્રણને ભયંકર ઈજા નો બનાવ બનેલ હતો રાહદારીએ 108 માં કોલ કરતા મહેન્દ્રનગર ટીમ દલવાણી હનીફભાઈ ને ઇએમટી દીપિકાબેન પરમાર 108 માં કોલ મળતાની સાથે જ કોલર સાથે વાત કરતા જાણવા મળતા ત્રણ દર્દીઓને ઇજા થયેલ હતી તેઓએ લાલબાગ 108 એમ્બ્યુલન્સને પણ કોલ આપેલ ત્યાંની ની ટીમના પાયલોટ નિલેશભાઈ બકુત્રા ને ઇએમટી મનીષભાઈ ચૌહાણ બંને એમ્બુલન્સ સાથે મળીને ઘટના સ્થળે દોડી ગઈ ત્યાંથી બધા દર્દીઓને સારી એવી સારવાર સાથે નજીકના સરકારી હોસ્પિટલ માં ખસેડેલ હતા

દર્દીનું નામ વિવેકભાઈ ઉંમર વર્ષ 20, નૂરભાઈ પઠાણ ઉંમર વર્ષ 25, સિરાજ પઠાણ ઉંમર વર્ષ 23 આ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા