મોરબીમાં ભારે વરસાદના અસરગ્રસ્તોને ભરપેટ ભોજન કરાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ

વરસાદને લીધે ઝૂંપટપટ્ટીમાં રહેતા લોકો ભૂખ્યા ન રહે તે માટે ભોજનની યોગ્ય વ્યવસ્થા કરી

મોરબી : મોરબીમાં સતત ત્રણ-ચાર દિવસથી એકધારો વરસાદ વરસતો હોવાથી ઝૂંપટપટ્ટીમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આથી આવા ભુખ્યાજનોને ભોજન કરાવવા માટે સદાય સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર યંગ ઇન્ડિયા ગ્રુપ વ્હારે આવ્યું હતું અને ઝૂંપટપટ્ટીમાં રહેતા લોકોને ભરપેટ ભોજન કરાવ્યું હતું.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, મોરબીમાં સતત એકધારો વરસાદ પડી રહ્યો છે ત્યારે પુલ નીચે કે શહેરમાં અન્ય જગ્યાએ આવેલી ઝૂંપટપટ્ટીમાં રહેતા લોકોને આવા વરસાદના સમયે બે ટેંક ભોજનના સાસા પડ્યા હતા. આ લોકો ભૂખ્યા ન રહે તે માટે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ તેમની વ્હારે દોડી ગયું હતું અને યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા બે દિવસથી શહેરમાં આવેલી તમામ ઝૂંપટપટ્ટીમાં ભોજનનો સેવાયજ્ઞ ચલાવે છે અને ઝૂંપટપટ્ટીમાં રહેતા તમામ લોકોને બે દિવસથી ભરપેટ ભોજન કરાવી રહ્યા છીએ અને હજુ પણ ભારે વરસાદથી આગાહી હોય આવી ગંભીર પરિસ્થિતિ રહે ત્યાં સુધી આ ભોજનનો સેવાયજ્ઞ ચલાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.