યુવા ઉત્સવ ૨૦૨૨-૨૩ ભાગ લેવા ઈચ્છુક  ઉમેદવારોએ પાંચમી ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

૧૫ થી ૨૯ વર્ષના યુવાઓ માટે વિવિધ સ્પર્ધાઓ સાથે યુવા ઉત્સવ યોજાશે

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી મોરબી દ્વારા સંચાલિત યુવા-ઉત્સવ ૨૦૨૨-૨૩ યોજાનાર છે. જેમાં ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથમાં ત્રણ  વિભાગ જેવા કે,(૧) ૧૫ થી ૨૦ વર્ષ -“અ” વિભાગ (૨) ૨૦ થી ૨૯ વર્ષ  “બ”-વિભાગ (૩) ૧૫ થી ૨૯ વર્ષ  ખુલ્લો વિભાગ સાથે તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા, એમ વિવિધ સ્તરે યુવા ઉત્સવ યોજાશે.

આ યુવા ઉત્સવમાં ભાગ લેવા ઈચ્છુક  ઉમેદવારોએ પોતાના નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને ઉંમર, સ્પર્ધાનું નામ તથા ઇ-મેઈલ આઈ-ડી લખી તથા આધારકાર્ડની નકલ  સાથે રાખી તા.૦૫/૦૮/૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં. ૨૩૬/૨૫૭, ૨જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ (૩૬૩૬૪૨) ખાતે જમાં કરવાના રહેશે. તા.૦૫/૦૮/૨૦૨૨ પછી આવનાર એન્ટ્રી સ્વીકાર્ય રહેશે નહી.

આ યુવા ઉત્સવમાં સાહિત્ય વિભાગમાં (૧) વકતૃત્વ, (૨) નિબંધ, (3) પાદપૂર્તિ, (૪) ગઝલ – શાયરી લેખન, (૫) કાવ્ય લેખન (૬)દોહા છંદ ચોપાઈ (૭) લોક વાર્તા, કળા વિભાગમાં (૧) સર્જનાત્મક કારીગરી (૨) ચિત્ર કલા, સાંસ્કૃતિક વિભાગમાં (૧) લગ્ન ગીત (૨) હળવું કંઠ્ય સંગીત (૩) લોકવાદ્ય (૪) ભજન (૫) સમૂહગીત (૬) એક પાત્રીય અભિનય એમ વિવિધ સ્પર્ધાઓ યોજાશે.

લોક નૃત્ય, લોક ગીત, એકાંકી (હિન્દી/અંગ્રેજી), શાસ્ત્રીય કંઠ્ય સંગીત, કર્ણાટકી સંગીત, સિતાર, વાંસળી, તબલાં, વીણાં, મૃદંગમ, હાર્મોનીયમ(હળવું), ગીટાર, શાસ્ત્રીય નૃત્ય-ભરતનાટ્યમ,  શાસ્ત્રીય નૃત્ય–મણીપુરી, શાસ્ત્રીય નૃત્ય–ઓડીસી, શાસ્ત્રીય નૃત્ય–કથ્થક, શાસ્ત્રીય નૃત્ય–કુચીપુડી, શીઘ્ર વકૃત્વ(હિન્દી-અંગ્રેજી) તમામ સ્પર્ધા ઓનલાઈન થવાની હોઈ એન્ટ્રી DVD/Pen drive થી મોકલવાની રહેશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.