મોરબી વિદેશી દારૂની ૧૦૮ નંગ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી એલસીબી પોલીસ દ્વારા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કડિયા બોર્ડિંગ પાછળ ખુલ્લી જગ્યામાંથી બાતમીને આધારે વિદેશી દારૂની ૧૦૮ નંગ બોટલ સાથે એક આરોપીને દબોચી લેવાયો, જયારે બીજા એક આરોપીનું નામ ખુલતા બંને વિરુધ્ધ પ્રોહિબિશનની કલમ મુજબ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હેડ કોન્સે.પૃથ્વીરાજસિંહ જાડેજા, પો.કોન્સે.નંદલાલ વરમોરા તેમજ વિક્રમભાઈ ફુગસીયાને સંયુક્તમાં મળેલ બાતમીને આધારે મોરબી-૨, મહારાણાપ્રતાપ સર્કલ નજીક કડિયા બોર્ડિંગ પાછળ ખુલ્લી જગ્યામાં દરોડો પાડતા આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા મમુભા જાડેજાને વિદેશી દારૂની ૧૦૮ નંગ બોટલ કિમત રૂ.૧,૨૩,૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી લઇ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી, જયારે બીજા એક આરોપી રવિભાઈ નટુભાઈ વિડજાનું નામ ખુલતા તેમને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા