માળીયા(મી)ના તરઘરીના ગ્રામજનોએ તળાવમાં નવા નીરના વધામણાં કર્યા

છેલ્લા કેટલાય દિવસોથી મોરબી તાલુકામાં સારો વરસાદ નોંધાઇ રહ્યો અને માળીયા તાલુકામાં ઓછો વરસાદ નોંધાઇ રહયી હતો ત્યારે ગઈકાલથી માળીયા(મી)તાલુકામાં પણ સારો વરસાદ નોંધાયો હતો.

જેથી માળીયા(મી)તાલુકાના તરઘરી ગામ ના તળાવમાં પણ નવા નીર ની ભરપૂર આવક થતા તરઘરી ગામના સરપંચ સાગરભાઈ ફુલતરિયા અને ગ્રામજનોએ નવા નિરના હોંશભેર વધામણાં કર્યા હતા.