મચ્છુ-3 ડેમમાં ૮૩૪ ક્યુસેક પાણીની સતત આવક

છલકાતા ડેમ અને હરખાતા ખેડૂતો

મોરબી જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર અને ક્યાંક ક્યાંક ભારે વરસાદના કારણે જિલ્લાની હદમાં આવેલા લગભગ તમામ ડેમમાં પાણીની ઓછા-વત્તા પ્રમાણમાં આવ શરૂ થઈ ગઈ છે. મોરબી જિલ્લાનો મચ્છુ-૩ ડેમ લગભગ ૯૦% સપાટી પહોંચી જતા ગત મંગળવારે બે પાટીયા ખોલવામાં આવ્યા હતા.

સારા વરસાદના પગલે જિલ્લામાં વાવણી પણ સારી એવી થવા લાગી છે અને તમામ વિસ્તારોમાં ખેતરોમાં હરિયાળા મોલ દેખાઈ રહ્યા છે. વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતો કામે લાગ્યા છે. આભ માંથી કાચું સોનુ વરસ્યું છે ત્યારે ખેડૂતો હરખાઈ રહ્યા છે.

મચ્છુ ત્રણના સેક્શન ઓફિસર બી.સી.પનારાના જણાવ્યા મુજબ હાલ ડેમની સપાટી ૨૭ RL છે. સ્ટોરેજ ૧૯૧.૪૩૯ મિલિયન ઘનફુટ છે. ડેમમાં ૮૩૪ ક્યુસેક પાણીની આવક છે સામે બે દરવાજા અડધો ફૂટ ખોલીને એટલું જ એટલે કે ૮૩૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.