શ્રી સુરવદર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની જવાહર નવોદયની પરીક્ષામાં ઉતીર્ણ

કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં પ્રવેશ માટે ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરનારને કેન્દ્ર સરકાર દ્વારા જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં પ્રવેશ આપવામાં આવે છે જેમાં જેમાં ધો.6 થી 12 સુધી ગુણવતા યુક્ત શિક્ષણ,જમવાની પોષણ યુક્ત સારી સુવિધા તેમજ રહેવા માટે હોસ્ટેલની ખુબજ સારી સુવિધા કેન્દ્ર સરકાર દ્વારા તદન ફ્રી આપવામાં આવે છે .

આ પરીક્ષામાં છેલ્લા ચાર વર્ષથી સુરવદર પ્રાથમિક શાળાના બાળકો ઉતીર્ણ થતાં આવ્યા છે આ પરંપરામાં આ વર્ષે પણ શ્રી સુરવદર પ્રાથમિક શાળાની વિદ્યાર્થી કુમારી પટેલ બ્રિજલ મુકેશભાઇ જીલ્લામાં પાસ થયેલ 80 વિદ્યાર્થીમાં 27 માં ક્રમે પાસ થયેલ છે જવાહર નવોદયની આ અતિ કઠિન પરીક્ષામાં પાસ થઈ પોતાના માતા-પિતા,શાળા અને ગામનું ગૌરવ વધારેલ છે તે બદલ શાળા પરિવાર તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે