રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની શુભેચ્છા મુલાકાત લેતું શ્રી વડવાળા યુવા સંગઠન

મચ્છુ કાંઠાના રબારી સમાજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક સંકુલ માટે જગ્યા ફાળવવા બદલ મંત્રીનો આભાર માન્યો

મોરબી : મચ્છુ કાંઠા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રબારી સમાજના હિત માટે સદાય સક્રિય રહેતા શ્રી વડવાળા યુવા સંગઠને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મચ્છુ કાંઠાના રબારી સમાજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક સંકુલ માટે જગ્યા ફાળવવા બદલ શ્રી વડવાળા યુવા સંગઠનના અગ્રણીઓએ મંત્રી તેમજ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

શ્રી વડવાળા યુવા સંગઠનના અગ્રણીઓએ રાજયમંત્રી મેરજાની શુભેચ્છા મુલાકાત દરમિયાન મોરબી સહિત સૌરાષ્ટ્રભરના માલધારીઓના તમામ પ્રશ્નોને ઉકેલવા માટે સરકારનું ધ્યાન દોરવાની રજૂઆત કરી હતી અને માલધારીઓને ખેડૂતો તરીકેના હક્ક મળે તેવી પણ માંગ કરી હતી. ઉપરાંત મોરબી શહેરમાં સરકાર માલધારીઓ માટે સ્પે. વસાહત બનાવવામાં આવે તેવી પણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ તકે શ્રી વડવાળા યુવા સંગઠનના અગ્રણીઓએ રાજયમંત્રી મેરજાનું વિશેષ સન્માન કર્યું હતું.

રાજયમંત્રી સાથેની શુભેચ્છા મુલાકાત દરમિયાન શ્રી વડવાળા યુવા સંગઠનના અગ્રણીઓ જયમલભાઈ કરોતરા , મોતીભાઈ રબારી,ધારાભાઈ રબારી, બાબાભાઈ,હીરાભાઈ ખાંભલા, હષદભાઈ ખાંભલા,દિનેશભાઈ બાર, જયમલભાઈ મોરી સહિતના કાર્યકરો તેમજ શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક દેવેનભાઈ રબારી સહિતના યુવાનો હાજર રહ્યા હતા અને માલધારીઓના પ્રશ્ને વિગતવાર રજુઆત કરી હતી.