ટંકારા: ટંકારા તાલુકાના ઓટાળા ગામે દેશી દારૂની ભઠ્ઠી તથા દારૂનું વેચાણ સદંતર બંધ કરવા સરપંચ સુરેશભાઈ પરમાર તથા ગ્રામજનો દ્વારા પીએસઆઇને લેખિત રજૂઆત કરાયેલ છે.ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ટંકારા તાલુકાના અનેક ગામોમાં ઇંગલિશ તથા દેશી દારૂ ઝડપાય છે .ઓટાળામાં ગામે પણ વર્ષો થી દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલે છે .ઓટાળામાં અલગ અલગ જગ્યાએ ૧૦ થી ૧૨ જેટલી દારૂ બનાવવાં ની ભઠ્ઠીઓ ચાલે છે. દેશી દારૂ નું બેફામ વેચાણ થાય છે કેમિકલ નો ઉપયોગ થતો હોવાથી શરીરમાં નુકસાન થાય છે દારૂના વ્યસનમાં ઓટાળાના યુવાનો ઝડપાય રહ્યા છે અને કુટુંબો આર્થિક રીતે બરબાદ થઈ રહ્યા છે ચારેક મહિના અગાઉ જનતા રેડ ગ્રામજનો એ કરેલ ત્યારબાદ થોડા સમય દારૂના વેચાણમાં અ:શંત બંધ થયેલ ઓટાળા ના સરપંચ સુરેશભાઈ પરમાર તથા ગ્રામજનોએ ટંકારા પોલીસ સ્ટેશને લેખીત આવેદનપત્ર આપી દારૂ બનાવવાની તથા દારૂ વેચવાની ગુન્હાહિત પ્રવતી બંધ કરાવવા માંગણી કરેલ છે