મોરબી પોલીસે આંગડિયા પેઢીના સંચાલકો સાથે મિટિંગ યોજી

મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શહેર વિસ્તારમાં મિલકત વિરુદ્ધના ગુના થતા અટકાવવા મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ આંગડિયા પેઢીના મેનેજરો સાથે મીટીંગ કરવામાં આવેલ જેમાં ASP અતુલ બંસલનાઓ દ્વારા આંગડિયા પેઢીના સંચાલકો ને પોતાના ધંધાકીય આર્થિક વ્યવહારો સલામત રીતે કરવા

આ બાબતે safety precautions જેવા કે આંગડિયા પેઢીના કર્મચારીઓના પોલીસ વેરિફિકેશન કરાવવા તથા સિક્યુરિટી ગાર્ડ રાખવા તેમજ રોડ સુધી સીસીટીવી કેમેરા રાખવા તેમજ કોઈપણ બનાવ બને ત્યારે તાત્કાલિક જ પોલીસને જાણ કરવા જણાવેલ તથા સલામત રીતે તેમના આર્થિક વ્યવહારો થાય એ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ PI પંડ્યા દ્વારા સર્વેને પોતાના મોબાઈલ નંબર તથા પોલીસ સ્ટેશનના નંબર આપી આવા બનાવ બને ત્યારે તાત્કાલિક જાણ કરવા અપીલ કરેલ