ટંકારા મામલતદાર કચેરી સામે ધારણા પ્રદર્શનનો અંત એક વર્ષ પછી આવ્યો!!!

“વાહ રે વિકાસ… યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી મળી રીઝલ્ટ બાકી!!!?”

ટંકારામાં મામલતદાર કચેરી સામે 1000 કરોડ ની જમીન ભ્રષ્ટાચાર કૌભાંડ અંતર્ગત બે સામાજિક કાર્યકર દ્વારા સરકારી તંત્ર સામે ધારણા પ્રદર્શન છેલ્લા એક વર્ષથી ચાલુ કરવામાં આવ્યું હતું જેનો તારીખ 15-7-2022 ના રોજ ટંકારા મામલતદાર અને સ્ટાફ દ્વારા ધારણા પ્રદર્શનના કરનાર સામાજિક કાર્યકર ભરતભાઈ સોલંકી અને હમીરભાઇ ટોળીયા ની માંગણી ને સ્વીકારી લઈને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી મળી છે પણ રીઝલ્ટ હજુ બાકી છે વાહ રે વિકાસ ડિજિટલ યુગમાં અરજદારોને હાલાકી ના પડે અને ઝડપી વિકાસ લક્ષી કાર્યને વેગ મળે એવા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટાભાગની સિસ્ટમ ઓનલાઇન શરૂ કરી છે છતાં છેલ્લા એક વર્ષથી ટંકારામાં બે સામાજિક કાર્યકરો દ્વારા રાવ રજૂઆત અને ફરિયાદ જમીન માફિયાઓ અને સરકારી અધિકારીઓ ની કૃપાથી 1000 કરોડનું જમીન કોભાડ ભ્રષ્ટાચાર અંતર્ગત ટંકારા મામલતદાર કચેરી સામે ધારણા પ્રદર્શન ચાલી રહ્યું હતું

જે સમય દરમિયાન રોજે રોજનું અપડેટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું હતું છતાં નિવર્થતંત્રના પેટનું પાણી હલાયું ના હોય તેમ રોજે રોજ અનુભવ પ્રદર્શન કરતા સામાજિક કાર્યકરોએ મહેસુસ કર્યું હતું ત્યારે તંત્ર દ્વારા એક વર્ષથી ધારણા પ્રદર્શન કરનાર સામાજિક કાર્યકરો અને મળ્યું માત્ર દિલાસાની દયા! બંને સામાજિક કાર્યકરની માંગણીને સવીકારી લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં ખાતરી આપેલ છે ત્યારે નોંધનીય છે કે 2018માં ટંકારા તાલુકાના એક વિકલાંગ હાથણીની જમીન માટે 2022 માં પણ જિલ્લા કલેકટર સામે ધારણા પ્રદર્શન કરી રહ્યા છે જે વરસાદ અંતર્ગત ઇજાગસ થતા હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તે વિકાસલક્ષી વાતો કરનાર નેતાઓએ પ્રજાલક્ષી કાર્ય કરી ખરા અર્થમાં વિકાસને વેગ આપવો જોઈએ હાલ ધારણા પ્રદર્શન નો એક વર્ષ બાદ અંત આવ્યો હોય તે પારણા કરાવતા અધિકારીઓ અને બંને સામાજિક કાર્ય કરો તસવીરમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે