સાવધાન મોરબીમાં છેલ્લા 7 દિવસમાં 10 વધુ ઉદ્યોગપતિઓ ઓનલાઇન હનીટ્રેપનો શિકાર

યુવાનોને જાળમાં ફસાવીને રૂપિયાની માંગણીઓ કરવામાં આવતી હોય તેવા કિસ્સાઓ બની રહ્યા છે

મોરબી વિસ્તારમાં છેલ્લા ૭ દિવસથી ૧૦ થી વધુ ઉદ્યોગપતિઓ ઓનલાઈન માધ્યમ થકી હનીટ્રેપનો શિકાર બન્યા આવવાનું અંગત સૂત્રો પાસેથી જાણવામાં મળ્યું છે ઓનલાઇન માધ્યમ થકી પહેલા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવે છે ત્યારબાદ મીઠી મીઠી વાતો કરીને વિડીયો કોલ કરવામાં આવે છે જ્યારે વિડીયો કોલ કરવામાં આવે છે ત્યારે સામેની યુવતી નગ્ન અવસ્થામાં હોય છે જેનો સ્ક્રીનશોટ પાડીને એ સ્ક્રીનશોટ દ્વારા એ યુવાનને બ્લેકમેલ કરવામાં આવે છે રૂપિયાની માંગણી કરવામાં આવે જો રૂપિયા આપવાની ના પાડવામાં આવે તો બદનામ કરવાની પણ કોશિશ કરવામાં આવે છે

અમારા દ્વારા આ સમાચાર પ્રસિદ્ધ કરવાનું મુખ્ય હેતુ એ છે કે યુવાનો જાગૃત થાય અને અજાણી લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતી હોય છે તે એકસેપ્ટ ના કરે તેમ જ અજાણી વ્યક્તિ સાથે વાત કરવાનું ટાળે