મોરબીમાં દારૂ વહેંચાય છે હો…સ્ટેટ વિજીલન્સનો દરોડો ૬૨૦ પેટી દારૂ ઝડપાયો

મોરબી શહેર અને જીલ્લામાં બેફામ દારૂની રેલમછેલ વચ્ચે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને સ્ટેટ વિજીલન્સ ટીમ રાજપર રોડ પર ત્રાટકી હતી જ્યાં એક ગોડાઉનમાં દારૂ ભરેલ ટ્રક રાખેલ હોય દરોડો કરી ૬૨૦ પેટી દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ વિજીલન્સના નીલીપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ ડી ચાવડાની ટીમે બાતમીને આધારે મોરબીના રાજપર રોડ પર રામદેવપીર મંદિર સામેની શેરીમાં દરોડો કર્યો હતો જેમાં ગોડાઉનમાં દારૂ ભરેલી ટ્રક રાખવામાં આવી હોય જે જપ્ત કરી દારૂની ગણતરી કરવામાં આવતા કુલ ૬૨૦ પેટી ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૨૨ લાખથી વધુ તેમજ ટ્રક સહીત કુલ રૂ ૩૨ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

દારૂ ભરેલી ટ્રક સ્થાનિક પોલીસની નજરથી છુપાવીને રાજપર રોડ પરના ગોડાઉનમાં રાખવામાં આવી હતી અને ટ્રક ગોડાઉનમાં પહોંચાડી આરોપીઓ નીકળી ગયા હતા અને કટિંગ કરાય તે પૂર્વે જ સ્ટેટ વિજીલન્સ ટીમ ત્રાટકી હતી અને દારૂ ભરેલી આખી ટ્રક ઝડપી લીધી હતી જે દારૂનો જથ્થો લાવનાર આરોપી ડેનીશ પટેલ રહે રાજપર અને શનાળા ગામના મુળરાજસિંહ જાડેજાનું નામ ખુલ્યું છે જેથી ગુનો નોંધવા અને આરોપીઓને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે