હળવદ વાસીઓ અને આસપાસ ના વિસ્તાર ના લોકો માટે ખુશી ના સમાચાર છે કે ભૂજ – પુના (સાપ્તાહિક) એકસપ્રેસ ટ્રેન ( ટ્રેન નંબર ૧૧૦૯૧ / ૧૧૦૯૨ ) જે આવતીકાલે ૨૦ તારીખ અને બુધવાર ના રોજ સાંજે ટ્રેન સ્ટોપ કરશે અને પછી નિયમિત દર અઠવાડિયે ટ્રેન સ્ટોપ કરશે જેથી ભુજ અને પુના જવા માટે મુસાફરો વધુ એક સુવિધા મળી રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર ના સાંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા ના યથાગ પ્રયાસો થી આ ટ્રેન ને સ્ટોપેજ મળેલ છે અને આગામી સમય માં સૈયાજી નગરી અને ભુજ બાંદ્રા ને સ્ટોપેજ આપવામાં માટે તેઓ પ્રયત્નશીલ છે
ત્યારે આવતીકાલે સાંજે ભૂજ – પુના ટ્રેન ના હળવદ સ્ટોપેજ કાર્યક્રમ સાંજે ૪:૦૦ કલાકે શરૂ થશે અને ૪:૫૦ એ ટ્રેન પહોંચશે અને આ કાર્યક્રમ માં ડૉ મહેન્દ્રભાઈ મુંજપારા વર્ચ્યુઅલકી જોડાશે સાથે ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા , પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા , જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા , જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી સહિત વેપારી આગેવાનો અને વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓ હાજરી આપશે તો આ કાર્યક્રમ માં પધારવા હળવદ શહેર અને તાલુકા ની જનતા ભાવભર્યું નિમંત્રણ છે