શ્રી વવાણીયા કન્યા શાળાની બાળાઓને યુનીફોર્મ, સ્ટેશનરી અને ટીફીનની કીટ વિતરણ કરાઈ

શ્રી વવાણીયા કન્યા શાળા મુકામે સ્વ.શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાની તમામ બાળાઓને યુનીફોર્મ, સ્ટેશનરી અને ટીફીનની કીટ વિતરણ માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ.

જેમાં સૌ પ્રથમ કન્યા શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોને આવકારવામાં આવ્યા. ત્યારબાદ તમામ દાતાઓને વવાણીયા કન્યા શાળા દ્વારા મોમેન્ટો (સન્માન પત્ર) આપી કરવામાં આવેલ. ત્યારબાદ શાળાની નાની નાની બાળાઓએ સુંદર મજાનું “રંગ ભર્યુ નાનું રૂપાળું મારૂ ગામડું ” ગીત રજૂ કર્યુ જેને સાંભળી વવાણીયા જેમની જન્મભૂમી છે તેવા દાતાશ્રીઓને પોતાના વતનનાં સંસ્મરણો તાજા થઈ આવ્યા

ત્યાર બાદ માધ્યમિક શાળાનાં આચાર્યશ્રી દ્વારા પ્રાસંગીક વક્તવ્ય આપવામાં આવ્યું ત્યાર બાદ કન્યા શાળાની બાળાઓ દ્વારા સુંદર અભિનય ગીતો રજૂ કરવામાં આવ્યા જેને જોઈ મહેમાનો ભાવવિભોર બની ગયા હતા. પધારેલ દાતાઓ માંથી મુંબઈથી પધારેલ અને મૂળ વવાણીયાના એવા દિલીપભાઈ મહેતા દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવ્યું પછી તમામ બાળકોને યુનીફોર્મ, ટીફિન અને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું

અંતે વવાણીયા કન્યા શાળાના આચાર્ય ઈશ્વરભાઇ કલાભાઈ સાવરિયા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.