હળવદ ની અનેક સોસાયટી મા પાણી નો પ્રશ્ન હજુ પણ યથાવત સભ્યો દ્વારા પોતાના વિસ્તાર મા વ્હાલા દવલા ની નીતિ સામે રોષ
વિશાલ જયસ્વાલ હળવદ : હાલ ચોમાસાની ઋતુ દરમિયાન અનેક વિસ્તારમાં આ વર્ષે અતિવૃષ્ટિ સર્જાય છે તેમજ વરસાદ પણ સારા પ્રમાણમાં પડી રહ્યો છે ત્યારે હળવદમાં ઉનાળામાં તો પાણી વગરના રાખ્યા પરંતુ ચોમાસા દરમિયાન પણ નગરપાલિકા તંત્ર પાણી આપવામાં ઢીલીનીતી રાખતું હોય તેવું લોક મૂકે ચર્ચા એ જોર પકડ્યું છે જો વાત કરવામાં આવે તો સરા રોડ પર આવેલ અનેક સોસાયટી તેમજ રાણેકપર રોડ પર આવેલ અનેક સોસાયટી તેમજ હળવદ વિસ્તારમાં પાણીની સમસ્યા નું આજ દિન સુધી સમાધાન યોગ્ય થયું નથી પાણી પ્રશ્ન બાબતે અનેક વખત લોકોએ નગરપાલિકા તંત્ર સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું પરંતુ પાણી વગરના નેતાઓ અને આ તંત્રના સભ્યો પાણી આપવામાં પણ વ્હાલા દવલા ની નીતિ કરતા હોય તેવું હળવદમાં ચર્ચાઓ જાગી
મત ની ભીખ માંગવા આવતા સભ્યો પોતાના વિસ્તાર મા પાણી આપવામાં બેધારી નીતિ રાખતા હોવાથી લોકો મા રોષ
હળવદ સરા રોડ પર 15 થી વધુ સોસાયટી તેમજ રાણેકપર રોડ અનેક સોસાયટી આવેલ છે એ વિસ્તાર મા આવેલ સભ્યો પાણી આપવામાં વ્હાલા દવલા ની નીતિ અપનાવી રહ્યા છે અનેક સોસાયટી મા રાત્રે ૨ વાગ્યા સુધી ટેન્કર આપી પાણી આપે છે તો અનેક સોસાયટી ના લોકો ના ફોન પણ ઉપડતા નથી