મોરબી શહેર યુવા ભાજપ દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી કાર્યક્રમ યોજાયો

મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયા ના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા OMVVIM કોલેજ કેમ્પસ ખાતે પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમ માં મોરબી શહેર યુવા મોરચા ના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખશ્રી જયેશભાઇ ડાભી,રાહુલભાઈ હુંબલ, મિતુલભાઈ ધ્રાંગા, અજયભાઇ કોટક, મંત્રીશ્રી શક્તિસિંહ જાડેજા, મનીષભાઈ કુંભારવાડીયા, સિદ્ધરાજસિંહ ઝાલા, વિરલભાઈ ખાખરીયા સહીત યુવા મોરચા ના આગેવાનો કાર્યક્રમ માં જોડાયા હતા.