શિક્ષણમંત્રી સાથે બેઠક કરતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક મણીનગર સંઘ કાર્યાલય ખાતેની બેઠકમાં આવેલા તમામ સંવર્ગોના પ્રશ્નોનુ સંકલન કરી લેટરપેડ તૈયાર કરી તમામ સંવર્ગોના અધ્યક્ષ અને મહામંત્રીની ઉપસ્થિતિમાં સંવર્ગોના પ્રશ્નો અગે શિક્ષણમંત્રી નાણામંત્રી સહિત વિવિધ અધિકારીઓ માન.પ્રાથમિક શિક્ષણ નિયામક તમામ નાયબ નિયામક,શિક્ષણ વિભાગ, સ્કુલ ઓફ કમિશનર રાજ્ય પરીક્ષા બોર્ડ, શાળા પાઠ્યપુસ્તક મંડળ ખાતે અધિકારીઓને વિસ્તૃત રીતે પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલવા રજૂઆત કરવામાં આવી મહત્વના પ્રશ્નો એચ.ટાટ. ઓપી.પરત,તમામ પ્રકારના બદલી કેમ્પ ઝડપથી પુરા કરવા,એકમ કસોટીનું ભારણ ઓછુ કરવુ, પાઠ્યપુસ્તક માટે પોર્ટલ આજે જ ખોલી પુસ્તકોની ઘટ પુરી કરવી માધ્યમિક શિક્ષકો માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નાણાંમંત્રી સહિત શિક્ષણ મંત્રીઓના સન્માન સમયે ઉકેલ કરાયેલા અને લીધેલા નિર્ણયો અંગે ઝડપી પરીપત્ર કરવાની કરેલ જાહેરાત અંગે જીતુભાઈ વાઘાણી સાથે ચર્ચા કરવામા આવી

તમામ અધિકારીઓ અને મંત્રીઓ સાથેની ચર્ચા સફળ રહી ખુબ ઝડપથી HTAT, બદલી કેમ્પ,પુસ્તકોની ઘટ, માધ્યમિકના જાહેર કરેલ પ્રશ્નો સહિતના વિષયોમાં સંગઠન ને સફળતા મળશે આજરોજ સંગઠનના તમામ સંવર્ગના હોદેદારો એ સંપુર્ણ દિવસ દરમિયાન કરેલા પ્રયત્ન ચોક્કસ સફળ થશે.

એચ ટાટ અને બદલી કેમ્પ અંગે અનેક કોર્ટ મેટરો હોવા છતાં લગભગ એક કલાક સુધી નિયામક મહેશભાઈ જોશી સંગઠન સાથે બેઠા અને કેવી રીતે રસ્તો કાઢવો એની વિગતવાર ચર્ચાના અંતે શિક્ષણ મંત્રી આ બાબતે ચિંતિત હોવાથી નિયામક અને શિક્ષણમંત્રી ચોક્કસ ઝડપી યોગ્ય કરશે એવુ લાગ્યું.સંગઠન આગામી ટૂંક સમયમાં ફરીથી મુલાકાત કરશે
પ્રશ્નો નહીં ઉકેલાય તો ગુજરાતના લાખો શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન આક્રમક રીતે આગળ વધશે.