વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ શહેર ના લોકો ને મુસાફરી માટે વધુ ટ્રેન ને સ્ટોપેજ આપવામાં આવે તેવી હળવદ વાસીઓ ની માંગ ને ધ્યાને લઇને હળવદ થી બા્યપાસ જતી ટ્રેન ના સ્ટોપ માટે કેન્દ્રીય રેલ્વે મંત્રી પીયુષભાઇ ગોયલ તથા ચેરમેન અશ્વીનીકુમાર ને દીલ્હી ખાતે ૨૦૧૯ માં સાંસદ મોહનભાઇ કુંડારીયા, પુવૅ મંત્રી જયંતીભાઇ કવાડીયા,શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ રાવલ , તેમજ નગરપાલિકા પૂવૅ પ્રમુખ રણછોડભાઇ દલવાડી એ રજુઆત કરેલ જે અંતૅગત બાંન્દ્રા – ભૂજ એક્સપ્રેસ (એ.સી. કોચ) ને હળવદ ખાતે સ્ટોપ આપવામાં આવ્યો હતો, જે કોરાનામાં હળવદ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ બંધ કરવામાં આવ્યો હતો.
ત્યારે બાદ ફરી વખત લોકો ની સુવિધા માટે અનેક રાજકીય આગેવનોએ રજૂઆત કરતા તે ભૂજ – પુના (સાપ્તાહિક) એકસપ્રેસ ટ્રેન ( ટ્રેન નંબર ૧૧૦૯૧ / ૧૧૦૯૨ ) નું આજ થી હળવદ રેલવે સ્ટેશન પર ટ્રેન સ્ટોપ થયું ,પછી નિયમિત દર અઠવાડિયે ટ્રેન સ્ટોપ કરશે જેથી ભુજ અને પુના જવા માટે મુસાફરો વધુ એક સવલત મળશે, સાંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા પ્રયાસો થી આ ટ્રેન ને સ્ટોપેજ થયું, હળવદ શહેરીજનો માં એવી માંગણી ઉઠવા પામી છે કે આગામી દિવસોમાં માં સૈયાજી નગરી અને ભુજ બાંદ્રા ને સ્ટોપેજ અપાવે તેવી માંગ છે. હળવદ રેલ્વે સ્ટેશન ખાતે ભૂજ – પુના ટ્રેન નો સ્ટોપેજ કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમ માં ડૉ મહેન્દ્રભાઈ મુંજપારા વર્ચ્યુઅલકી જોડાયાં હતાં, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, અજયભાઈ રાવલ , બીપીનભાઈ દવે,વાસુભાઈ પટેલ, રમેશભાઇ ભગત,રેલ્વે કર્મચારીઓ, સહિત વેપારી આગેવાનો અને વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં