રાજ્ય પોલીસવડાએ મોરબીના બે પીએસઆઈને સસ્પેન્ડ કર્યા

મોરબીના રાજપર રોડ પર તાજેતરમાં જ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડીને 32.70 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં 13 જેટલા શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો જેને લઈને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બે પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેળામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મોરબીના રાજપર રોડ પર સ્ટેટ વિજિલન્સના દરોડામાં કુલ 13 જેટલા શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો ત્યારે આ ગુન્હાના આરોપીઓ હજુ તો પોલીસ પકડથી દૂર છે તે પહેલા જ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે જેમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતાં ડી સ્ટાફ પીએસઆઈ એસ. એમ. રાણા અને બીટના પીએસઆઈ એ. એ. જાડેજાને ડીજીપી દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે જો કે બીટના પીએસઆઈ આ દરોડા વખતે રજા પર હતા જેથી અન્ય અધિકારી પાસે ચાર્જ હતો ત્યારે ડીજીપી દ્વારા આજે એક સાથે મોરબીના બે પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે