મોરબીના આલાપ પાર્ક વિસ્તારમાં પંચાયત મંત્રી અને નગરપાલિકાના દ્વારા વિકાસના કામોની વણઝાર

મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ ગુજરાત સરકારમાં પંચાયત મંત્રીનો પદભાર સંભાળ્યો ત્યારથી સમગ્ર મોરબી-માળિયા પંથકમાં સતત જનહિતના કાર્યો,લોક કલ્યાણના કર્યો કરતા રહે છે, ત્યારે મોરબીના રવાપર રોડ પર આવેલ આલાપ રોડ પરની આલાપ પાર્ક,ખોડિયાર, પટેલનગર,સુભાષનગર, એવન્યુ વગેરે સોસાયટીમાં લાઈટ,પાણી,રસ્તા અને વરસાદી પાણીના નિકાલ વગેરેના કામો ખુબજ થયા છે,આલાપ પાર્કમાં જુદી જુદી 8 આઠ શેરીઓના સી.સી. રોડના કામ પૂર્ણ થયા છે અને હાલ 2 બે શેરીઓના સી.સી.રોડનું કામ ચાલુ છે

તેમજ સો વિઘામાં ફેલાયેલી આલાપ સોસાયટીના વરસાદી પાણીના નિકાલનો વિકટ પ્રશ્ન હોય,આ વિસ્તારના લોકો અને કોર્પોરેટર નિમિષાબેન રાજેશભાઈ ભીમાણીની રજુઆતોને ધ્યાને લઈ પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાની સુચનાથી નગરપાલિકા મોરબી દ્વારા ત્રણ ફૂટના વ્યાસવાળા સિમેન્ટ પાઈપ ફિટ કરી વરસાદી પાણીના નિકાલ માટેની અંડર ગ્રાઉન્ડ વ્યવસ્થા કરવામાં આવી છે,આલાપ રોડ પરની સોસાયટીમાં એલ.ઈ.ડી. લેમ્પ દ્વારા સતત અજવાળા પાથરવામાં આવે છે,નિયમિત રીતે સ્વચ્છતા કર્મીઓ રસ્તાઓની સફાઈ કરે છે, ચોમાસામાં ડી.ડી.ટી. નો છંટકાવ કરવામાં આવે છે, વોંકળા સફાઈ,શેરીની ભુગર્ભ સફાઈ,આમ આલાપ રોડમાં દરેક ક્ષેત્રે વિકાસ કાર્યોની વણઝાર જોવા મળતી હોય વિસ્તારના લોકોએ નગરપાલિકાના કાઉન્સિલર નિમિષાબેન રાજેશભાઈ ભીમાણી પ્રમુખ કુસુમબેન પરમાર,ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આભાર પ્રકટ કર્યો છે.