મોરબી આમ આદમી પાર્ટીમાં યુવાનો જોડાવવા ઉત્સુક, ૫૦ યુવાનો જોડાયા

દેશમાં પરિવર્તન ની રાજનીતિ કરવા માટે આમ આદમી પાર્ટી દેશના તમામ રાજ્યમાં પોતાના કાર્યકરો માં દિવસે ને દિવસે વધારો કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી મોરબી માં પણ યુવાનો જોડાય રહ્યા છે. આજે જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા અને યુવા નેતા પંકજભાઈ રાણસરિયાની આગેવાનીમાં ઉમા ટાઉનશીપ મોરબી ના ૫૦ જેટલા યુવાનો જોડાયા અને આગામી પરિવર્તન રાજનીતિ માટે પોતાની ત્યારી બતાવી અને તાજેતરમાં કેજરીવાલે જાહેર કરેલ મહિને ૩૦૦ યુનિટ વિજળી અભિયાન ને વેગ આપવાની શરૂઆત કરી