ઘોર કળિયુગ…મોરબીમાં મૃત બાળકને ત્યજીતી જનેતા

મોરબી ના ખાનપર ગામના રહેવાસી સુનીતાબેન રામુભાઈ ખુમાન (ઉ.વ.૨૭) નામની મહિલાને અધૂરા માસે બાળકીનો જન્મ થયો હતો અને અધૂરા માસે જન્મેલ બાળકનું મોત થયું હતું જેથી મૃત હાલતમાં બાળકને ૧૦૮ મારફત મોરબીની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું અને માતાને સાંજે ૦૫ : ૩૦ કલાકે એડમીટ કરાઈ હતી

અને હોસ્પિટલની નર્સ મૃત બાળકીને સાફ કરવા સહિતની કામગીરી કરતી હોય દરમિયાન માતાએ વોશરૂમ જવાના બહાને નીકળી ગઈ હતી અને હોસ્પિટલમાંથી નાસી છૂટી હતી જે બનાવને પગલે હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને હોસ્પિટલના સત્તાધીશોએ માતાની શોધખોળ આદરી હતી જોકે કોઈ પત્તો લાગ્યો ના હતો ત્યારે અનેક સવાલો અહી ઉપસ્થિત થયા છે