મોરબીના મયુર પુલ પરથી એક યુવતી નીચે કુદી ગઈ હતી જે બનાવને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા અને નીચે પાણીમાં યુવતી કુદી હોવાથી ફાયર ટીમને તુરંત જાણ કરવામાં આવી હતી જેથી ફાયર ટીમના તરવૈયાઓ દોડી ગયા હતા અને યુવતીની શોધખોળ ચલાવી હતી જોકે યુવતીનો મૃતદેહ જ મળ્યો હતો
મૃતક રીયાબેન દિનેશભાઈ ટેકચંદાણી (ઉ.વ.૧૮) હોવાનું જાણવા મળ્યું છે યુવતીનું મોત થયું હોય જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે જોકે યુવતીએ ક્યાં કારણોસર મોતની છલાંગ લગાવી તે સ્પષ્ટ થયું નથી બનાવને પગલે પોલીસ ટીમો પણ દોડી ગઈ હતી અને યુવતીના આપઘાતના બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે





