મોરબી તાલુકાની શ્રી રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળામાં દાતા તરફથી શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ અર્પિત કરવામાં આવ્યા

મોરબી તાલુકાની શ્રી રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આશરે 69 જેટલા વિદ્યાર્થીઓને લિઓલી સેરામીકા પ્રાઈવેટ લીમીટેડ કંપની તરફથી દરેક વિદ્યાર્થીઓને બે બે જોડી યુનિફોર્મ અર્પિત કરવામાં આવેલ છે.આમ દાતાશ્રી દ્વારા વિદ્યા અને જ્ઞાન ક્ષેત્રમાં પોતાનું દાન અર્પિત કરી દાનની વિભાવનાને ખરા અર્થમાં ચરિતાર્થ કરેલ છે.

શ્રી રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળાના આચાર્ય મણીલાલ વી.સરડવા,એસ.એમ.સી.ના અધ્યક્ષ હર્ષદભાઈ પાંચોટિયા અને ગ્રામ પંચાયત સરપંચ જયશ્રીબેન છત્રોલાએ આ તકે શાળા અને બાલદેવોના વિકાસાર્થે દાન અર્પિત કરનાર લિઓલી સેરામીકા પ્રાઈવેટ લીમીટેડ કંપનીનો હૃદયપૂર્વક આભાર માની શુભેચ્છાઓ પાઠવેલ હતી.