હળવદ એપીએમસી ખાતે ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ યોજાયો

વિશાલ જયસ્વાલ : હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ યોજાયો ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય તેમજ સમગ્ર દેશમાં વીજ ઉત્પાદન માં કેવી રીતે વધારો થઈ શકે તેમજ ખેડૂતો , ઉદ્યોગકારો સહિતના લોકોને 24 કલાક પૂરતી વીજળી મળી રહે તેમજ સોલાર રુટકોપ સિસ્ટમ પોતાના ઘરે તેમજ ખેડૂતો પોતાના ખેતરમાં ફીટ કરાવી પોતે વીજ ઉત્પાદન કરે અને ખેડૂતો સમૃદ્ધ બને ,વધારાની વીજળી બચત કરી તેનો વેચાણ કરે આ હેતુથી સરકાર દ્વારા સોલાર રૂફટોપ પર રાજ્ય સરકારની 30% તેમજ કેન્દ્ર સરકારે 30 ટકા કુલ મળી 60% સરકાર સબસીડી ખેડૂતોને મળે 30 ટકા રકમની લોન પણ મળી રહે માત્ર 10% રકમ ચૂકવી આ યોજનાનો લાભ લઈ શકે તેમજ સરકાર દ્વારા અમલમાં મુકાયેલી પીએમ કુસુમ યોજના ની પણ વિસ્તૃત માહિતી આ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવી આ કાર્યક્રમમાં ગામઠી નાટક દ્વારા સમગ્ર કાર્યક્રમ પણ સમજાવવામાં આવ્યો હતો

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, જિલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડી તેમજ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ પટેલ, વાસુભાઈ પટેલ સહિતના નેતાઓ તેમજ પી.જી.વી.સી.એલ. નો સ્ટાફ હાજર હાજર રહ્યો હતો