હળવદની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પાણીની માંગ સપાટીએ – મહિલાઓ એ પ્રમુખને ઉગ્ર રજૂઆત

અમારી સોસાયટી પાસે પાણી નહીં પરંતુ દારૂ જોઈએ તેટલો મળે છે – મહિલાઓ

વિશાલ જયસ્વાલ : હળવદ શહેરમાં પાણીનો પ્રશ્ન દિવસેને દિવસે જટિલ બની રહ્યો છે તેવામાં અલગ અલગ શહેરી વિસ્તારના સોસાયટીના રહીશો પાણી બાબતે ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે જો વાત કરવામાં આવે તો હળવદની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં છેલ્લા ચાર પાંચ મહિનાથી પાણી ન આવતું હોવા નહીં ફરિયાદ સાથે આજે સોસાયટીની મહિલાઓ નગરપાલિકાએ દોડી આવી હતી પ્રમુખને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જલ્દીથી જલ્દી પાણીનો યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી
હજુ બે દિવસ પહેલા જ હળવદની રુદ્ર ટાઉનશિપના રહીશો પાણી બાબતે નગરપાલિકાએ ઘસી આવ્યા હતા ત્યારબાદ અનેક સોસાયટીમાં પાણીનો પ્રશ્ન વિકરાળ બની રહ્યો છે તંત્ર યોગ્ય ઉકેલ લાવે તેવી પ્રબળ માં ઉઠવા પામી
વધુમાં મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અમારી સોસાયટી પાસે પાણી નથી મળતું પરંતુ દારૂ જોઈએ તેટલો મળે છે અનેક રજૂઆત કરવા છતાં પણ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી ,હળવદ ની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પાણી ,રોડ ,રસ્તા, સ્ટ્રીટ લાઈટો સહિત ની પાયાની સુવિધા નો પણ અભાવ

પ્રમુખે જણાવ્યું હતું કે જેટલું શક્ય હશે તેટલું જલ્દી ક્રિસ્ટના પાર્ક સોસાયટીના પ્રશ્ન સોલ્વ કરવામાં આવશે