લમ્પી ડિસીઝ સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

નિયંત્રણી પગલા રૂપે આ જાહેરનામું ૧૦ ઓગસ્ટ સુધી અમલમાં રહેશે

“લમ્પી સ્કીન ડીસીઝ” પશુઓ માટેનો એક અનુસૂચિત રોગના સંદર્ભમાં ગુજરાત રાજયના મોરબી જિલ્લાને નિયંત્રિત વિસ્તાર” તરીકે એનીમલ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ ઈન્ફેકશિયસ એન્ડ કન્ટેજીસ ડિસીઝ ઇન એનિમલ્સ એક્ટ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને તાત્કાલિક અસરથી જાહેર કરવામાં આવ્યો છે. જેથી પ્રવર્તમાન પરિસ્થિતિ અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછારે એનીમલ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ઈન્ફેકશિયસ એન્ડ કન્ટેજીસ ડીસીઝ ઇન એનિમલ્સ તથા સી.આર.પી.સી. કલમ-૧૪૪ હેઠળ નિયંત્રણો મુકવા જાહેરનામું બહાર પાડેલ છે.

જાહેરનામા અનુસાર લમ્પી સ્કીન ડિસીઝ” (ગઠ્ઠો ચામડીના રોગ) ને અટકાવવા અને તેને નિયંત્રિત કરી શકાય અને ઢોરને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેમની અવરજવરને પ્રતિબંધિત કરવા મોરબી જિલ્લાની હદની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ તેમજ અત્રેના જિલ્લામાં જીવંત પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને આવા પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

આ જાહેરનામું તા.૧૦/૦૮/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામું વેક્સીનેશન માટે લઇ જવાતા પ્રાણીના અવર-જવર માટે લાગુ પડશે નહી.