વિશાલ જયસ્વાલ : હળવદ પોલીસ દ્વારા દેશીદારૂના વેપલા સામે લાલ આંખ કરવામાં આવી છે. જેમાં હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય અને તે દરમિયાન બાતમીના આધારે ચૂપણી ગામની સીમમા દેશીદારૂ વેચાણ અર્થે લાવેલ હોય જે બાબતે દરોડો કરતા 800 લીટર દેશી દારૂ 16 હાજર ની કિંમતનો ઝડપી પાડી ફરાર આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે ચુપણી ગામની સીમમાંથી 800 લીટર દેશી દારૂ જેની કિંમત રૂપિયા 16000નો પકડી પાડ્યો હતો. જેમાં આરોપી ધીરૂભાઇ કેશાભાઇ વાજલીયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પોલીસ પીએસઆઇ આર.બી ટાપરિયા, એએસઆઇ રવિરાજસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ રાઠોડ, હરવિજયસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ પરમાર જોડાયા હતા. અને ચુટણી ગામેથી ગણનાપાત્ર દેશી દારૂનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો