મોરબીમાં મેડિકલ કોલેજ ઝડપથી શરૂ થાય તે માટેરાજ્યમંત્રી સતત સક્રિય

મંત્રીના પ્રયત્નોથી મેડિકલ કોલેજ ખાતે ૪૦ તબીબી શિક્ષકોની નિમણુંક

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા મોરબીમાં મેડિકલ કોલેજ ઝડપથી શરૂ થાય તે માટે સતત સક્રિય છે.

જે અંતર્ગત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયત્નોને સફળતા મળી રહી છે. તેમની સતત સક્રિયતાના કારણે ચાલુ વર્ષે જ નવા શૈક્ષણિક સત્રથી જ મેડિકલ શરૂ  થાય તે માટે મોરબી મેડિકલ કોલેજ માટે જુદી જુદી મેડિકલ કોલેજો માંથી ૪૦ તબીબી શિક્ષકોની નિમણૂંક મોરબી મેડિકલ કોલેજ માટે કરવામાં આવી છે. અને તેમને તાકીદે મોરબી ચાર્જ લઈ લેવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

જી.એમ.ઈ.આર.એસ. હસ્તકની જુદી જુદી મેડિકલ કોલેજ ખાતે ફરજ બજાવતા ૪૦ તબીબી શિક્ષકોની બદલી કરીને જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ મોરબી ખાતે મૂકવામાં આવ્યા છે. આ તમામ ૪૦ તબીબી શિક્ષકો મોરબી મેડિકલ કોલેજ ખાતે પોતાનો ચાર્જ સંભાળશે.

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં સત્વરે મેડિકલ કોલેજ શરૂ થાય તે માટે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા અથાગ પ્રયાસો કરી રહ્યા છે. તેમના પ્રયાસોના ફળ સ્વરૂપે મોરબીમાં મેડિકલ કોલેજ હવે ટુંક સમયમાં શરૂ થઈ જશે. મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ થવાથી જિલ્લાના વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ મેડિકલનો અભ્યાસ કરવા નહીં જવું પડે. ઘર આંગણે જ તેઓ મેડિકલના અભ્યાસની સુવિધા મળી રહેશે.