મોરબી તાલુકાના પંચાસર ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો

ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી દ્વારા દર મહિના ના છેલ્લા રવિવારે સમગ્ર ભારત ભર મા “ મન કી બાત” નો કાર્યક્રમ પ્રસારિત કરવામા આવે છે મોરબી તાલુકા મા દરેક શકિતકેન્દ્ર દિઠ “મન કી બાત ટીફીન કે સાથ“ કાર્યક્રમ યોજાય છે

પંચાસર ગામે ગુજરાત સરકાર ના વન, પર્યાવરણ, કલાઇમેન્ટ ચેન્જ, છાપકામ, કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા, સાંસદ મોહનભાઇ કુંડારીયા,પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયા, મગનભાઇ વડાવીયા, નાથુભા ઝાલા,વેલજીભાઇ બોસ, અરવિંદભાઇ વાસદડીયા, નરેન્દ્ર સિંહ ઝાલા,બચુભાઇ ગરચર, સિધ્ધરાજસિંહ જાડેજા, લાલજી સોલંકી, નિતેશ બાવરવા, જીજ્ઞેશ કાનાણી, ઉમેશ ગોધવીયા, પંચાસર સરપંચ ભગીરથસિંહ, માણેકવાળા સરપંચ બ્રીજરાજ,રમેશભાઇ કાનાણી, નવધણભાઇ, વસંત ટુંડીયા, મોટી વાવડી સરપંચ ભગીરથ સિંહ જાડેજા સૌ સાથે મળી પ્રધાન મંત્રી ની” મન કી બાત” નિહાળી હતી

કેબીનેટ મંત્રીશ્રી કિરીટ સિંહ રાણા એ મન કી બાત બાબતે જણાવ્યું કે આપણા વડાપ્રધાન દેશ ના ખુણે ખુણે બનતી ભારત ને ગૌરવ અપાવતી ધટના હોય કે રમતવિરો ના ઉત્કૃષ્ટ પ્રદર્શન ની વાત કે નાના નાના રમકડા બનાવતા ગરીબ શ્રમિક નો ઉલ્લેખ જરુર મનકી બાત કાર્ય ક્રમ મા કરતા હોય છે જેમાંથી આપણને આત્મ નિર્ભર ભારત નો સંકલ્પ સિધ્ધ કરવાની પ્રેરણા મળે છે મંત્રી તમામ દેશવાસી ઓ ને દર મહિના ના છેલ્લા રવિવારે સવારે 11-00 વાગે મન કાં બાત નો કાર્યક્રમ ટીવી સ્કીન ઉપર નિહાળવો જોઇએ એવી અપિલ કરી હતી પંસાસર-શિવનગર ગામના આગેવાનો એ મંત્રી નુ ઢોલ નગારા સાથે સ્વાગત તેમજ વિશિષ્ટ સન્માન કર્યુ હતું