રાજ્યમંત્રીના વરદ હસ્તે૬ ટ્રેક્ટર તેમજ ટ્રોલી, ૧ જેટિંગ મશીન અર્પણ કરાયા

૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી  અંદજીત ૪૮ લાખના ખર્ચે ૬ ટ્રેકટર-ટ્રોલી તથા ૧ જેટિંગ મશીન ગ્રામ પંચાયતોને અર્પણ

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે મોરબી જિલ્લા પંચાયત ખાતે ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ અન્વયે ૬ ટ્રેક્ટર તેમજ ટ્રોલી૧ જેટિંગ મશીનનું જિલ્લા પંચાયત  કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે શ્રમ અને રોજગારકૌશલ્ય વિકાસપંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કેમોરબીમાં દરેક ક્ષેત્રમાં નવા પ્રકલ્પો થકી વિકાસના માર્ગે મોરબી ગુજરાત સાથે કદમ થી કદમ મિલાવીને આગળ વધી રહ્યું છે. વધુમાં મંત્રીશ્રીએ ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવેલા આ ટ્રેક્ટરનો સદુપયોગ થાય, ગામની સ્વચ્છતામાં આ ટ્રેક્ટરનો સારો એવો ઉપયોગ કરીને ગામની સુખાકારીમાં વધારો કરવામાં આવે તેવી સરપંચઓને અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કેમોરબી વિકાસના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતે વિકાસના માર્ગે ભરેલી હરણફાળ સાથે મોરબી જિલ્લાની વિકાસયાત્રામાં પણ સૌને સહભાગી બનવા તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગ્રામ પંચાયતોને ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ માંથી  ૩૬ લાખથી વધુના ખર્ચે ૬ ટ્રેકટર તેમજ ટ્રોલી, ૧૧.૫ લાખની કિંમતના એક જેટિંગ મશીનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવનાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશિતાબેન મેરમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કટારાજિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયાજિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઇ ભાગિયા, અગ્રણી સર્વ જીગ્નેશભાઈ કૈલા, જેઠાભાઇ પારેઘી, નથુભાઈ કડીવાર, વાઘજીભાઈ ડાંગરોચા, યુસુફભાઇ શેરસિયા, કિશોરભાઇ ચિખલીયા, લીઓલી સીરામીકના માલિક અને સ્થાનિક અગ્રણી રાઘવજીભાઈ ગડારા તેમજ લીઓલી સિરામિકના પ્રમોટર નેલ્શન ગડારા તથા ઇઝરાયેલથી આવેલા તેમના પાર્ટનર એરેજ ગોહાર ઉપરાંત સ્થાનિક પદાધિકારી/અધિકારીઓ તેમજ વિવિધ ગામના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.