નાયબ પશુપાલન નિયામક કટારા સાથે મોરબી તાલુકામા ગાયો મા લમ્પી વાયરસ ના ઇલાજ રુપે સધન રસીકરણ અભિયાન ચાલુ છે મોરબી જીલ્લા મા 52000 ડોઝ અપાઈ ચુકયા છે આ બાબતે વિગતવાર ચર્ચા બાદ આ અભિયાન ને મદદરુપ થવા મોરબી તાલુકા પંચાયત તરફથી 6400 રસી ના ડોઝ ખરીદી ને ડોકટર ને આપવામા આવ્યા
જેથી બાકી રહેલી ગાયો ને ઝડપી રસી આપવામા વેગ મળે આ તકે મોરબી તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ચાવડા, કારોબારી ચેરમેન રાકેશ કાવર, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયા , વિક્રમસિંહ ઝાલા, ગોરધન સોલંકી, ટીડીઓ દીપાબેન કોટક, એ ટીડીઓ વિપુલ જીવાણી, સાવનભાઇ, લાલજીભાઇ ઉપસ્થિત રહ્યા હતા





