મયુરનગર સરકારી શાળા ના કબડી ની ખેલાડીઓ ને ભેટ આપવામાં આવી
આ ખેલાડીઓ દેશ નું ભવિષ્ય – ડો. હર્ષદ લોરિયા
વિશાલ જયસ્વાલ હળવદ : યુનિક હોસ્પિટલ ને ચાર વર્ષ પૂર્ણ થતા પાંચમા વર્ષમા મંગલ પ્રવેશ સાથે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર વર્ષ પહેલા હળવદવાસીઓને સારી ડોક્ટરી સેવા માટે મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર જેવા શહેરોમાં જવું પડતું હતું પરંતુ ડોક્ટર હર્ષદ લોરીયાએ હળવદવાસીઓને સારી ડોક્ટરી સેવા મળી રહે તેવા ઉમદા હેતુથી યુનિક હોસ્પિટલની બનાવી ચાર વર્ષ દરમિયાન હળવદ શહેર તેમજ ગ્રામ્યના અનેક દર્દીઓને હળવદ ના જ સારી ડોક્ટરી સેવા મળી જેના કારણે બહારગામ જવું પડતું હતું તે પણ હવે હળવદમાં જ શક્ય બની જાય છે ચાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા ફ્રી નિદાન કેમ્પ તેમ તેમજ ફ્રી ઘનતા ચેકઅપ કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 220 થી વધુ લોકોએ લાભ લીધો
ચાર વર્ષની ભવ્ય સફળતા ને ઉજવણી મયુરનગર ગામની સરકારી શાળા ના રમગમત ના વિદ્યાર્થીઓ કે જેની પાસે સારું ગ્રાઉન્ડ,કે પીટી ના શિક્ષક નથી તેવા વિધાર્થીઓએ રમતગમત ક્ષેત્રે કબડીમાં રાજ્યકક્ષાએ ૨ ગોલ્ડ મેડલ તાજેતરમાં જ ખેલાડીઓએ હળવદ નું નામ રોશન કર્યું તેવા ખેલાડીઓને પ્રોત્સાહનરૂપી ભેટ આપવામાં આવી હતી વધુમાં ડોક્ટર હર્ષદ લોરીયા જણાવ્યું હતું કે આ ખેલાડીઓ માત્ર હળવદ જ નહીં પરંતુ દેશ લેવલે હળવદનું નામ રોશન કરે તેમજ અનેક સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભકામના