ગુજરાતની ૨૦ વર્ષની વિકાસયાત્રા અંગે પ્રતિભાવો વ્યક્ત કરતી છઠ્ઠા ધોરણમાં ભણતી હેન્સી 

પ્રતિભાવથી પ્રભાવિત થઈને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ હેન્સી પરમારનું સન્માન કર્યું

શ્રમ અને રોજગાર, કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ માંથી ટ્રેક્ટર-ટ્રોલી લોકાર્પણ કાર્યક્રમમાં માધાપરવાડી કન્યા પ્રાથમિક શાળાની ધોરણ ૬ માં ભણતી વિદ્યાર્થીની હેન્સી દિલીપભાઈ પરમારે ગુજરાતની ૨૦ વર્ષની વિકાસયાત્રા પર પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

ગુજરાતની છેલ્લા ૨૦ વર્ષની વિકાસ ગાથા હેઠળ ગુજરાતમાં થયેલ અનેક વિકાસકાર્યો, નવા પ્રકલ્પો, અધ્યતન શાળા – યુનિવર્સિટીઓ વગેરેની વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, ગુજરાતે વિકાસની વાટે હરણફાળ ભરી છે.

હેન્સી પરમારના આ પ્રતિભાવથી રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રભાવિત થઈને તેનું પોષણયુક્ત કઠોળની ટોપલી દ્વારા સન્માન કર્યું હતું.